GSRTC Conductor Recruitment 2025 : દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી

GSRTC Conductor Recruitment 2025 : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા GSRTC Conductor Recruitment 2025 અંતર્ગત દિવ્યાંગ (Persons with Disabilities) ઉમેદવારો માટે ખાસ ભરતી યોજવામાં આવી છે. આ ભરતી ક્લાસ-3 કન્ડક્ટર પદ માટે છે અને નિશ્ચિત પગારધોરણ હેઠળ કરવામાં આવશે. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા OJAS પોર્ટલ પર 16 સપ્ટેમ્બર 2025 થી 1 ઓક્ટોબર 2025 (રાત્રે 11:59 સુધી) ચાલુ રહેશે.

ખાલી જગ્યાઓ અને પગાર

આ ભરતીમાં કુલ 571 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. પસંદ થયેલ ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે દર મહિને 26,000/- નિશ્ચિત પગાર મળશે. બાદમાં સંતોષકારક કામગીરીને આધારે નિયમિત પગારધોરણ મુજબ નિમણૂક કરવામાં આવશે.

લાયકાત માપદંડ

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર 12મું (10+2) પાસ હોવો આવશ્યક છે.
  • માન્ય Conductor License (RTO દ્વારા જારી) તથા BASE ફરજિયાત છે.
  • માન્ય First Aid Certificate હોવું જોઈએ.
  • કમ્પ્યુટર જ્ઞાન ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા મળશે.

વય મર્યાદા (01/10/2025 મુજબ)

  • ન્યૂનત્તમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 33 વર્ષ
  • દિવ્યાંગ ઉમેદવારો માટે છૂટછાટ:
    • પુરુષ (UR): 43 વર્ષ સુધી
    • રિઝર્વ કેટેગરી અને મહિલા: 45 વર્ષ સુધી
  • વધુમાં વધુ ઉંમર મર્યાદા 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

નાગરિકત્વ

  • ભારતીય નાગરિક, અથવા
  • નેપાળ/ભૂટાનના પ્રજા, અથવા
  • 1 જાન્યુઆરી 1962 પહેલાં ભારતમાં સ્થાયી થયેલા તિબેટીયન શરણાર્થી, અથવા
  • પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા, પૂર્વ આફ્રિકી દેશો વગેરેમાંથી ભારત આવ્યા હોય અને સ્થાયી થયા હોય તેવા ભારતીય મૂળના વ્યક્તિઓ.

પસંદગી પ્રક્રિયા

GSRTC Conductor Recruitment 2025 અંતર્ગત પસંદગી નીચે મુજબ થશે:

  1. OMR આધારિત લખિત પરીક્ષા (100 ગુણ)
    • 12મું ધોરણના ગુણોના આધારે 1:15 રેશિયો મુજબ ઉમેદવારો શોર્ટલિસ્ટ થશે.
    • ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્કિંગ લાગુ થશે.
  2. મેરીટ લિસ્ટ તૈયારી (લખિત પરીક્ષાના આધારે).
  3. દસ્તાવેજ ચકાસણી (કુલ જગ્યાઓના 1.5 ગણાને બોલાવવામાં આવશે).
  4. અંતિમ પસંદગી : પ્રોવિઝનલ સિલેક્ટ લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે.

પરીક્ષા પેટર્ન

  • મોડ: ઑફલાઇન (OMR આધારિત)
  • સમય: 1 કલાક
  • ગુણ: 100 (12મું સ્તર)

વિષયવાર ગુણ વિતરણ:

  • સામાન્ય જ્ઞાન/ગુજરાત ઇતિહાસ-ભૂગોળ/કરંટ અફેર્સ – 20
  • રોડ સેફ્ટી – 10
  • ગુજરાતી વ્યાકરણ – 10
  • અંગ્રેજી વ્યાકરણ – 10
  • ગણિત અને રીઝનિંગ – 10
  • મોટર વ્હીકલ એક્ટ/ફર્સ્ટ એઇડ/કન્ડક્ટર ડ્યુટીઝ – 10
  • કમ્પ્યુટર જ્ઞાન – 10
  • ટિકિટ-લગેજ ભાડું ગણતરી/GSRTC માહિતી – 20
    કુલ – 100 ગુણ

મહત્વની તારીખો

  • નોટિફિકેશન જાહેર: 15 સપ્ટેમ્બર 2025
  • ઓનલાઈન અરજી શરૂ: 16 સપ્ટેમ્બર 2025
  • છેલ્લી તારીખ: 01 ઓક્ટોબર 2025
  • OMR ફી પ્રક્રિયાની છેલ્લી તારીખ: 03 ઓક્ટોબર 2025
  • લખિત પરીક્ષા: ટૂંક સમયમાં જાહેર થશે

મહત્વ ની કડીઓ

LinksAccess
Official NotificationClick Here
Application PortalClick Here
Official WebsiteClick Here